અમેરિકા દ્વારા ભારતને 105 પ્રાચીન વસ્તુઓ પરત સોપવામાં આવી.

  • અમેરિકા દ્વારા ભારતને બીજી-ત્રીજી સદી થી 18મી-19મી સદી સુધીની દાણચોરી દ્વારા 105 પ્રાચીન વસ્તુઓ પરત કરવામાં આવી.
  • ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં યુએસ દ્વારા સોંપવામાં આવેલી 105 દાણચોરીની પ્રાચીન વસ્તુઓનો પ્રત્યાર્પણ સમારોહ યોજાયો હતો.
  • 105 કલાકૃતિઓમાંથી લગભગ 50 કલાકૃતિઓ ધાર્મિક વિષયો (હિંદુ ધર્મ, જૈન ધર્મ અને ઇસ્લામ) સાથે સંબંધિત છે અને બાકીની સાંસ્કૃતિક મહત્વની છે.
  • આ કલાકૃતિઓ ટેરાકોટા, પથ્થર, ધાતુ અને લાકડામાંથી બનેલી છે તેમાંથી 47 કલાકૃતિઓ પૂર્વ ભારતની, 27 દક્ષિણ ભારતની, 22 મધ્ય ભારતની, 6 ઉત્તર ભારતની અને 3 પશ્ચિમ ભારતની છે.
  • આ સાથે ભારત અને US દ્વારા સાંસ્કૃતિક સંપત્તિ કરાર કરવામાં આવ્યા જે સાંસ્કૃતિક કલાકૃતિઓની ગેરકાયદેસર દાણચોરીને રોકવામાં મદદ કરશે.
  • અગાઉ વર્ષ 2016માં પ્રથમ વખત યુએસ તરફથી 16 પ્રાચીન વસ્તુઓ પરત કરવામાં આવી હતી ત્યારબાદ આ વર્ષ 2021માં 157 પ્રાચીન વસ્તુઓ પરત કરવામાં આવી હતી. 
  • અમેરિકા તરફથી હાલમાં પાછી આવનાર 105 પ્રાચીન વસ્તુઓ સાથે વર્ષ 2016 થી અત્યાર સુધીમાં કુલ 278 સાંસ્કૃતિક કલાકૃતિઓ ભારતને સોંપવામાં આવી.
U.S. hands over 105 antiquities to India

Post a Comment

Previous Post Next Post