DD સ્પોર્ટ્સ દ્વારા FIFA મહિલા વિશ્વ કપની 9મી આવૃત્તિનું પ્રસારણ કરવા માટે 1Stadia સાથે ભાગીદારી કરવામાં આવી.

  • 20 જુલાઈ, 2023ના રોજથી શરૂ થનારી આ ટુર્નામેન્ટની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ દ્વારા કરવામાં આવશે.
  • 1Stadia દ્વારા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફેનકોડને FIFA Women’s World Cup 2023ના સ્ટ્રીમિંગ માટે સબ-લાઈસન્સ અધિકારો જ્યારે સાર્વજનિક પ્રસારણકર્તા DD Sports ને ટેલિવિઝન પ્રસારણ માટે પેટા-લાઈસન્સ અધિકારો સોંપવામાં આવ્યા છે.
  • રમતગમત અને મીડિયા અધિકાર ઉદ્યોગોમાં તકનીકી પ્રગતિમાં વિશેષતા ધરાવતી યુએસ સ્થિત કંપની 1Stadiaએ ભારતીય ઉપખંડમાં ફીફા ટુર્નામેન્ટ માટે વિશિષ્ટ પ્રસારણ અધિકાર કરાર મેળવ્યો છે.
  • આ કરાર ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન જેવા રાષ્ટ્રોમાં ટુર્નામેન્ટ્સનું પ્રસારણ કરવાની એકમાત્ર સત્તા 1Stadia ને આપે છે.
  • FIFA મહિલા વિશ્વ કપ 2023માં 32 ટીમો 64 મેચો રમશે.
  • ડીડી સ્પોર્ટ્સ 18 માર્ચ 1998ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તે વર્ષ 2000 થી 2003 સુધી એનક્રિપ્ટેડ પે ચેનલ તરીકે કાર્યરત હતી પરંતુ 15 જુલાઈ 2003ના રોજ તે દેશમાં એકમાત્ર ફ્રી-ટુ-એર સ્પોર્ટ્સ ચેનલમાં પરિવર્તિત કરવામાં આવી હતી.
  • ડીડી સ્પોર્ટ્સ ચેનલનું કવરેજ INSAT-4B સેટેલાઇટ દ્વારા વિશ્વભરના લગભગ 38 દેશોમાં દેખાય છે.
DD Sports secures Television rights for FIFA Women’s World Cup 2023

Post a Comment

Previous Post Next Post