- સાઉથ ઝોને ફાઇનલમાં વેસ્ટ ઝોનને 75 રનથી હરાવી ટાઇટલ પોતાના નામે કર્યુ.
- અગાઉ સાઉથ ઝોન વર્ષ 2012-13માં નોર્થ ઝોન સાથે સંયુક્ત રીતે વિજેતા બની હતી.
- તેઓનો આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 14મી વખતનો ખિતાબ છે.
- દુલીપ ટ્રોફી "માસ્ટરકાર્ડ દુલીપ ટ્રોફી"તરીકે પણ ઓળખાય છે, તે ભારતમાં રમાતી સ્થાનિક પ્રથમ-વર્ગની ક્રિકેટ સ્પર્ધા છે.
- નવાનગર હાલ જામનગરના રાજકુમાર કુમાર શ્રી દુલીપસિંહજીના નામ પરથી આ ટુર્નામેન્ટની શરૂઆત વર્ષ 1961થી મૂળરૂપે ભારતના ભૌગોલિક વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતી ટીમો દ્વારા કરવામાં આવી હતી.
- વર્ષ 2016-17થી તે BCCI પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ટીમો દ્વારા રમવામાં આવે છે.
- દરેક ઝોનલ ટીમ એ ક્રિકેટરોની સંયુક્ત ટીમ છે જે ભારતના તે પ્રદેશમાં આવેલી રણજી ટ્રોફી રાજ્ય/શહેરની ટીમો માટે રમે છે.