- WHO દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વાર 'ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ' 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે.
- આ બાબતે 11-12 જુલાઇ, 2023 દરમિયાન જામનગરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આર્યુર્વેદા(ITRA) ખાતે WHOના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી.
- સમિટ સંદર્ભે WHO દ્વારા આખા વિશ્વમાંથી પસંદ કરાયેલા નિષ્ણાતોની બનેલી પેનલ બનાવવાં આવી જેમાં અમેરિકા થી ડો. સુઝાન, ભારતના પ્રોફેસર ભૂષણ પટવર્ધન, યુનાઇટેડ નેશન્સના ડો.ઓબી, થાઈલેન્ડના ડો. અંચેલી, બ્રાઝીલના ડો. રિકાર્ડો, ઈરાનના ડો. રોશનક, મલેશિયાના ડો ગોહ ચેન્ગ, સાઉથ આફ્રિકાના ડો. માતસબીશ, જર્મનીના ડો. જ્યોર્જ સેફર, ન્યુઝિલેન્ડના ડો. સાયોન, ચીનના ડો ચુનયુંનો સમાવેશ થાય છે.
- આ ગ્લોબલ સમિટનું આયોજન WHO અને ભારત સરકાર દ્વારા સહભાગીદારીથી કરવામાં આવશે.