- આ યોજના હેઠળ સરકાર દ્વારા ગર્ભવતી થયા પછી તેમના પરિવારો દ્વારા ત્યજી દેવામાં આવતી સગીર છોકરીઓને સંસ્થાકીય અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
- આ યોજના હેઠળ, સગર્ભા સગીર બળાત્કાર પીડિતાને 18 થી 23 વર્ષની વય સુધી ખોરાક, બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય તેમજ કાયદાકીય અને જરૂરી તબીબી સહાય જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે.
- પીડિતને કોર્ટની સુનાવણીમાં હાજર રહેવા માટે કાયદાકીય સહાયની સાથે સુરક્ષિત પરિવહન પણ આપવામાં આવશે.
- અગાઉ સરકાર દ્વારા નિર્ભયા ફંડ હેઠળ વર્ષ 2021માં "મિશન વાત્સલ્ય" શરૂ કર્યું, હતું જે બાળકોની સુરક્ષા અને સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.