- ગુજરાત સરકાર દ્વારા 19મી જુલાઈના રોજ લંડન સ્થિત OneWeb કંપની અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- વનવેબ કંપની દ્વારા બે ‘Satellite Network Portal Site’ સ્થાપવામાં આવનાર છે અને તેમાંથી એક ગુજરાતના મહેસાણા જિલ્લામાં હશે.
- 'Satellite Network Portal Site' મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં શરૂ કરવામાં આવશે જે સરકાર, વ્યવસાયો, ગ્રાહકો, શાળાઓને વધુને હાઇ-સ્પીડ, ઓછી વિલંબ અને સસ્તી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
- મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ અને તેજુરામાં સ્થાપિત થનારું સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ તેના તબક્કા-1 માટે રૂ. 100 કરોડથી વધુના અંદાજિત ખર્ચ સાથે 2023 માં શરૂ થશે.
- OneWeb કંપની એ 648 ઉપગ્રહો સાથે Low Earth Orbit (LEO) માં સેટેલાઇટ લોન્ચ કરતી કંપની છે.
- તેની સ્થાપના વર્ષ 2012 માં ગ્રેગ વાયલર દ્વારા કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક લંડન, ઈંગ્લેન્ડ ખાતે છે.
- OneWeb કંપનીનો ઉદ્દેશ્ય મોબાઈલ નેટવર્ક ઓપરેશન્સ અને ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓને ખર્ચ-અસરકારક સેટેલાઇટ કનેક્ટિવિટી સેવાઓ પ્રદાન કરવાનો અને વૈશ્વિક સંચાર નેટવર્ક સ્થાપિત કરવાનો છે.
- OneWeb કંપની દ્વારા 500-700 ms ની લેટન્સી સાથે GEO-આધારિત નેટવર્ક્સની તુલનામાં 100 ms કરતાં ઓછી લેટન્સી સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવામાં આવે છે.