ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગોમતી નદીને અધિકૃત રીતે 'બિન-બારમાસી નદી' તરીકે નિયુક્ત કરવામાં આવી.

  • ઉત્તર પ્રદેશ સરકારના સિંચાઈ વિભાગે ત્રણ વર્ષ પહેલાં 3 સપ્ટેમ્બર, 2020ના રોજ એક સરકારી આદેશ (Government Order - GO) બહાર પાડી ગોમતી સહિત 12 નદીઓ માટે પૂરના મેદાન ઝોનિંગના ભાગરૂપે ગોમતીને 'non-perennial river' તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેના અમલીકરણ માટે ચોક્કસ સમયમર્યાદાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
  • ઓર્ડર મુજબ બિન-બારમાસી નદી હોવાને કારણે ગોમતી સમગ્ર વર્ષ દરમિયાન સતત પ્રવાહ  જાળવી શકતી નથી અને પ્રવાહને વધારવા માટે કોઈ વધારાનું પાણી ઉપલબ્ધ નથી.
  • બંને નદી કિનારા પરનો 50 મીટર વિસ્તાર 'no-construction zone' તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
  • ગોમતી નદી એ ગંગાના મેદાનની કાંપવાળી ઉપનદી તરીકે છે.
  • તેનું મૂળ ઉત્તર પ્રદેશના પીલીભીત શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર મધોટાંડામાં મેઈનકોટ નજીક સ્થિત ગોમત તાલા તળાવ છે. જેને 'ફુલહાર ઝિલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • ગાઝીપુર જિલ્લાના કેથી ખાતે ગંગામાં ભળી જાય તે પહેલાં નદી સીતાપુર, લખનૌ, બારાબંકી, સુલતાનપુર અને જૌનપુર સહિતના અનેક પ્રદેશોમાંથી વહે છે.
  • આ નદી લગભગ 960 કિલોમીટરની કુલ લંબાઇ ધરાવે છે અને લખનૌ શહેરને દરરોજ આશરે 450 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • બારમાસી નદીઓ એવી નદીઓ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પાણીનો સતત પ્રવાહ જાળવી રાખે છે. જેમ કે ભારતની હિમાલયન નદીઓ, ગંગા અને બ્રહ્મપુત્રા. આ નદીઓ વરસાદી પાણી અને હિમનદીઓના પીગળવાથી ટકી રહે છે.
  • ગોદાવરી અને કૃષ્ણા જેવી બિન-બારમાસી નદીઓ આખા વર્ષ દરમિયાન પાણી વગર રહે છે.
  • બિન-બારમાસી હોવાનું પ્રાથમિક કારણ એ છે કે તેઓ ગંગા, યમુના અને સિંધુ જેવા હિમનદી પ્રદેશોમાંથી ઉદ્ભવતી નથી.
  • Central Pollution Control Board (CPCB)ના અહેવાલ મુજબ તે દેશની પાંચમી સૌથી પ્રદૂષિત નદી તરીકે સ્થાન ધરાવે છે.
Gomti River declared as a “non perennial river”

Post a Comment

Previous Post Next Post