- તેઓએ જે 17 જુલાઈથી ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો.
- તેઓ નાગાલેન્ડની રાજનીતિમાં બીજા મહિલા સાંસદ છે.
- ફાંગનોન દૂરના અને અવિકસિત સોમ જિલ્લાના ઓટીંગ ગામના વતની છે.
- નાગાલેન્ડ દ્વારા 2023ની વિધાનસભાની ચૂંટણી પહેલા ક્યારેય તેની રાજ્ય વિધાનસભા માટે મહિલાને ચૂંટવામાં આવ્યા નથી પરંતુ આ વર્ષની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારોએ વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો હતો.
- નાગાલેન્ડમાં ઉચ્ચ સાક્ષરતા દર અને અંગ્રેજી તેની સત્તાવાર ભાષા હોવા છતાં રાજ્ય દ્વારા મહિલા અનામત બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ માટે 33% વિધાનસભા અને સંસદીય બેઠકો અનામત રાખવાની માંગ કરવામાં આવી છે.
- વર્ષ 1997માં નાગાલેન્ડ એસેમ્બલી દ્વારા સર્વ સંમતિથી બિલ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેને નાગા પરંપરાની વિરુદ્ધ ગણાવી હતી.