- આ એવોર્ડ તેને પર્યાવરણને મદદ કરવાના તેના ઉત્કૃષ્ટ પ્રયાસો બદલ આપવામાં આવ્યો છે.
- તેણીએ ત્રણ વર્ષની ઉંમરથી માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ સામે સંયુક્ત રાષ્ટ્રની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ટકાઉપણાની પહેલ) માટે સ્વૈચ્છિક સેવા શરૂ કરી હતી આ બદલ તેણી વિશ્વની સૌથી 'Youngest Sustainability Advocate' તરીકે ઓળખવામાં આવે છે.
- આ ઉપરાંત તેણી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સિવાય જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા માટે નાણાં એકત્ર કરવા સહિત વિવિધ પ્રોગ્રામમાં સક્રિયપણે સામેલ છે.
- બ્રિટિશ વડાપ્રધાનનો પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ્સ એવા ઉત્કૃષ્ટ લોકોને આપવામાં આવે છે જેમની સેવા સામાજિક પડકારોના નવીન ઉકેલો તરફ અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે.
- આ પુરસ્કાર વર્ષ 2010માં તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
- પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના જીવનના તમામ ક્ષેત્રના લોકોને આપવામાં આવે છે.
- પોઈન્ટ્સ ઓફ લાઈટ પુરસ્કાર માટે નામાંકન કોઈપણ વ્યક્તિ કરી શકે છે અને તે આખું વર્ષ સ્વીકારવામાં આવે છે.