- આ સંમેલન 22 થી 24 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે જેમાં 25 દેશોના 450 થી વધુ મંદિરોના પદાધિકારીઓ ભાગ લેશે.
- હિન્દુઓની સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત મઠો, મંદિરો અને ગુરુદ્વારાના પદાધિકારીઓ પણ તેમાં ભાગ લેશે.
- જેનું ઉદ્ઘાટન RSS સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા કરવામાં આવશે.
- આ ત્રણ દિવસીય કાર્યક્રમ અતુલ્ય ભારત અભિયાનનો એક ભાગ છે અને પ્રવાસન મંત્રાલય દ્વારા આ અભિયાનને સમર્થન આપવામાં આવ્યુ છે.
- આ સંમેલનમાં મંદિર પ્રબંધન, સંચાલન અને વહીવટના વિકાસ, સશક્તિકરણ, મંદિરો, મઠો અને ગુરુદ્વારાની મુલાકાત લેતા તીર્થયાત્રીઓનો અનુભવ પૂછવામાં આવશે, ભીડ વ્યવસ્થાપન, ઘન કચરાના વ્યવસ્થાપન જેવા વિષયો અને મૂળભૂત સુવિધાઓમાં શું સુધારો કરવો જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
- આ પરિષદ વિશ્વભરના ધાર્મિક સ્થળોની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, કળા અને હસ્તકલા વિશે જાણવા માટે તેમજ વિશ્વને ભારતના ધાર્મિક સ્થળોના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે.