AIFF મેન્સ અને વિમેન્સ ફૂટબોલર ઑફ ધ યર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

  • ભારતીય ફૂટબોલ ટીમના મિડફિલ્ડર લલિયાન્ઝુઆલા ચાંગટેને 2022-23 માટે AIFF મેન્સ ફૂટબોલર ઑફ ધ યર અને મનીષા કલ્યાણને સતત બીજી વખત મહિલા ફૂટબોલર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી.
  • લલિયાન્ઝુઆલા ચાંગટેને ભારતીય રાષ્ટ્રીય ટીમ અને તેની ક્લબ મુંબઈ સિટી એફસી માટે તેમના શાનદાર પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.
  • આ સાથે ચાંગટે વર્ષ 2016 બાદ AIFF મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીતનાર જેજે લાલપેખલુઆ પછી મિઝોરમનો બીજો ખેલાડી બન્યો. 
  • 21 વર્ષીય મનીષા કલ્યાણ, જે હાલમાં સાયપ્રિયોટ ફર્સ્ટ ડિવિઝન ફૂટબોલ ક્લબ એપોલોન માટે ફોરવર્ડ તરીકે રમે છે, તેણે 2020-21 સિઝનમાં AIFF મહિલા ઇમર્જિંગ ફૂટબોલર ઑફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો.
  • મનીષા કલ્યાણ બે કે તેથી વધુ વખત વ્યક્તિગત પુરસ્કાર જીતનાર બાલા દેવી (ત્રણ) અને બેમ્બેમ દેવી (બે) પછી ત્રીજી ભારતીય મહિલા ફૂટબોલર બની છે. 
  • ઉપરાંત આકાશ મિશ્રાને 2022-23 સીઝન માટે AIFF મેન્સ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર સન3 શિલજી શાજીને AIFF મહિલા ઉભરતી ખેલાડી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 
  • AIFF મેન્સ અને વિમેન્સ કોચ ઓફ ધ યરનો ખિતાબ અનુક્રમે ક્લિફોર્ડ મિરાન્ડા અને પ્રિયા પાર્થી વાલાપ્પિલને આપવામાં આવ્યો. 
AIFF Men's and Women's Footballer of the Year Awards announced.

Post a Comment

Previous Post Next Post