- નૂર શેખાવત રાજસ્થાનમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બની જેને ટ્રાન્સજેન્ડર તરીકે નોંધાયેલ લિંગ સાથે જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
- અગાઉ તેના જૂના જન્મ પ્રમાણપત્રમાં તેનું લિંગ પુરુષ તરીકે નોંધવામાં આવ્યુ હતું.
- હવેથી રાજસ્થાનમાં પુરૂષો અને સ્ત્રીઓના જન્મ રેકોર્ડની સાથે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના જન્મ રેકોર્ડ કોર્પોરેશનના પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- આ ઉપરાંત સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર્સને તેમના જન્મ પ્રમાણપત્રો માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવા માટે એક જાગૃતિ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે.