- હાલમાં તેઓને તેમની નવલકથા ‘Chai Time at Cinnamon Gardens’ માટે 2023ના સાહિત્ય પુરસ્કારના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
- તેઓની પુરસ્કાર વિજેતા નવલકથા ‘Chai Time at Cinnamon Gardens’ કુટુંબ, યાદો, સમુદાય, જાતિ વિશેની વાર્તા છે.
- માઇલ્સ ફ્રેન્કલિન સાહિત્ય પુરસ્કાર એ સર્વોચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતી નવલકથા અને તેના કોઈપણ તબક્કામાં ઓસ્ટ્રેલિયન જીવનને રજૂ કરે છે તેને આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે.
- માઇલ્સ ફ્રેન્કલિન લિટરરી એવોર્ડ ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારોમાંનો એક છે.
- આ પુરસ્કારના અગાઉના વિજેતાઓમાં થિઆ એસ્ટલી, જેસિકા એન્ડરસન, ટિમ વિન્ટન વગેરેનો સમાવેશ થાય છે.
- દસ વર્ષ પહેલાં તેઓને તેમના પ્રથમ પુસ્તકને પ્રકાશિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેનું કારણ પ્રકાશકોનો વિચાર હતો કે તેણીની નવલકથા તેમના સ્થાનિક બજારમાં સફળ થવા માટે પૂરતી 'ઓસ્ટ્રેલિયન' નથી.