વિમ્બલ્ડન 2023 મેન્સ સિંગલ્સની ફાઈનલમાં કાર્લોસ અલ્કારાઝનો વિજય.

  • જેમાં તેણે ચાર વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચને 1-6, 7-6 (6), 6-1, 3-6, 6-4થી પરાજય આપી તેનું પ્રથમ ટાઇટલ જીત્યું.
  • તે વર્ષ 1966માં મેનુઅલ સેન્ટેના અને વર્ષ 2008, 2010માં રાફેલ નડાલબાદ વિમ્બલડન ચેમ્પિયન બનનાર અલ્કરાઝ ત્રીજો સ્પેનિશ ખેલાડી બન્યો.
  • ઉપરાંત બીજોન બોર્ગ અને બોરિસ બેકર પછી વિમ્બલડન ટ્રોફી જીતનાર ત્રીજો યુવા ટેનિસ ખેલાડી બન્યો
  • આ ટાઇટલ સાથે નડાલ, સેન્ટેના અને સર્ગેય બ્રુગુએરા બાદ એકથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ચોથો સ્પેનિશ પ્લેયર બન્યો તથા ઓપન એરામાં 21 વર્ષની વય પૂર્વે જ એકથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પાંચમો ટેનિસ ખેલાડી બન્યો.
  • વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ્સ 2023 એ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ છે જે વિમ્બલ્ડન, લંડન, યુનાઈટેડ કિંગડમમાં ઑલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ અને ક્રોક્વેટ ક્લબ ખાતે યોજાય છે.  
  • આ ટુર્નામેન્ટ 26 જૂનથી 16 જુલાઈ, 2023 દરમિયાન ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ અને ક્રોકેટ ક્લબ, વિમ્બલ્ડન ખાતે યોજાઇ ગઇ.  
  • વર્ષ 2023 ચૅમ્પિયનશિપ એ 136મી આવૃત્તિ છે, લેડીઝ સિંગલ્સ ચૅમ્પિયનશિપ ઇવેન્ટનું 129મું સ્ટેજિંગ છે, ઓપન એરામાં 55મી અને વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે.
Carlos Alcaraz wins Wimbledon 2023 men's singles final.

Post a Comment

Previous Post Next Post