- તેણીએ ટ્યુનિશિયાની ઓન્સ જબેઉરને સીધા સેટમાં 6-4, 6-4 હરાવી તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું.
- 24 વર્ષીય ડાબોડી ખેલાડી વ્યાવસાયિક વિમ્બલ્ડન વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનારી પ્રથમ બિનક્રમાંકિત ખેલાડી બની જેણે વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત જબેઉરને પરાજય આપ્યો.
- આ ઉપરાંત તેણી ઓલ ઇંગ્લેન્ડ કલ્બમાં છેલ્લા 60 વર્ષમાં ફાઇનલમાં પહોંચનાર પ્રથમ બિનક્રમાંકિત ખેલાડી બની.
- તેણી ગ્રાન્ડ સ્લેમ જીતનાર ચેક રિપબ્લિકની ત્રીજી ખેલાડી બની.