- અત્યાર સુધી 80 વર્ષથી અમેરિકાની પેન્ટાગોન બિલ્ડિંગ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી.
- ગુજરાતમાં હીરાના વેપાર કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાનાર આ ઇમારતને પૂર્ણ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો.
- ગુજરાતમાં આ ભવ્ય ઈમારત સુરત ડાયમંડ બુર્સને 'વન સ્ટોપ ડેસ્ટિનેશન' તરીકે બનાવવામાં આવી છે. જે 35 એકરમાં ફેલાયેલ છે અને 15 માળની છે.
- આ ઇમારત નવ લંબચોરસ માળખાના રૂપમાં બનાવવામાં આવી છે અને તે તમામ એક કેન્દ્રિય કરોડરજ્જુના રૂપમાં એકબીજા સાથે જોડાયેલ છે.
- સુરત ડાયમંડ બોર્સને આર્કિટેક્ચર ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે અને તેની કિંમત 3000 કરોડ છે.