- મેલેરિયા અને ડેન્ગ્યુના આ વધતા જતા કેસોને અંકુશમાં લેવા માટે આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યના જળાશયોમાં લગભગ 10 મિલિયન ગમ્બુસિયા માછલીઓ છોડવામાં આવી.
- છેલ્લા 6 મહિનામાં આંધ્ર પ્રદેશમાં ડેન્ગ્યુના 2,339 અને મેલેરિયાના 1,630 કેસ નોંધાયા છે.
- આ માછલી પોએસિલિડે ફેમિલી અને ગેમ્બુસિયા જાતિની છે જે પ્રજાતિઓ ઉચ્ચ સંવર્ધન ક્ષમતા દર્શાવે છે જેથી 900 અને 1200 સંતાનો એક સ્ત્રી ગેમ્બુસિયાના જીવનકાળ દરમિયાન ઉત્પન્ન થઈ શકે છે.
- તેને ‘મચ્છર માછલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ મચ્છરના લાર્વાને નિયંત્રિત કરવા માટે જૈવિક એજન્ટ તરીકે વ્યાપકપણે થઇ શકે છે.
- એક પુખ્ત માછલી દરરોજ લગભગ 100 થી 300 મચ્છરના લાર્વા ખાય છે તે ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં એક સદીથી વધુ સમયથી મચ્છર નિયંત્રણ વ્યૂહરચનાનો એક ભાગ છે.
- ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્સેવેશન ઓફ નેચર દ્વારા ગેમ્બુસિયાને વિશ્વની 100 સૌથી ખરાબ આક્રમક એલિયન પ્રજાતિઓમાંની એક તરીકે જાહેર કરવામાં આવી છે.
- તાજા પાણીની અન્ય માછલીઓ કરતાં ગેમ્બુસિયા માછલીઓ નાની હોય છે જેની મહત્તમ લંબાઈ 7 સે.મી. સુધીની હોય છે તેઓ વિવિધ વાતાવરણમાં ટકી શકે છે.
- આ પ્રજાતિ દક્ષિણ-પૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સના પાણીની મૂળ છે.