- સરકાર દ્વારા એજ્યુકેશન ટેક્નોલોજી પ્લેટફોર્મ 'ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ' (DIKSHA)ને વિદ્યાર્થીઓ માટે વધુ અદ્યતન અને વધુ સુવિધાજનક બનાવવાની જવાબદારી ઓરેકલ કંપનીને સોંપવામાં આવી.
- દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 14.8 લાખ શાળાઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે. આ કાર્યક્રમ 36 ભાષાઓમાં શાળા શિક્ષણ અને મૂળભૂત શિક્ષણને સમર્પિત છેપ્લેટફોર્મ 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1.48 મિલિયન શાળાઓને સમર્થન આપે છે અને 36 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
- DIKSHA નું નિર્માણ શાળા શિક્ષણ અને મૂળભૂત શિક્ષણ કાર્યક્રમો માટે કરવામાં આવ્યું હતું અને તે ભારતની સૌથી મોટી અને સૌથી સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) પહેલનો ભાગ છે.
- ઓરેકલ હેડક્વાર્ટર ઑસ્ટિન, ટેક્સાસ, યુનાઇટેડ સ્ટેટ્સમાં છે તેના સ્થાપકો લેરી એલિસન, બોબ માઇનર અનેંએડ ઓટ્સ છે.