- ભારતીય સેના દ્વારા તાજેતરમાં બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્ક ધરાવતા વરિષ્ઠ અધિકારીઓ માટે તેના ગણવેશ નિયમોમાં નોંધપાત્ર ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે.
- આ નિર્ણયનો ઉદ્દેશ્ય બ્રિગેડિયર અને તેનાથી ઉપરના અધિકારીઓને લાગુ પડતા સમાન નિયમન દ્વારા ભારતીય સૈન્ય નિષ્પક્ષતા અને સમાનતા પ્રત્યે તેનું સમર્પણ દર્શાવાનો છે.
- આ નિર્ણય મુજબ હેડગિયર, શોલ્ડર રેન્ક બેજ, ગોર્જેટ પેચ, બેલ્ટ અને ફ્લેગ રેન્ક (બ્રિગેડિયર અને તેનાથી ઉપરના) અધિકારીઓના બૂટ હવે તમામ એકમો અને સેવાઓમાં પ્રમાણભૂત, સામાન્ય અને સરખા રહેશે.
- આ ફેરફારમાં અધિકારીઓ હવે કોઈપણ લેનીયાર્ડ પહેરાવામાં આવશે નહિ. લેનિયાર્ડ એટલે પહેરનારની લાયકાત અથવા રેજિમેન્ટલ જોડાણ દર્શાવવા માટે ગણવેશના ખભા પર પહેરવામાં આવતી વેણીની પેટર્ન.