- બ્રિટન સરકાર સંચાલિત નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ વિશ્વની પ્રથમ એજન્સી હશે જે ઈંગ્લેન્ડમાં સેંકડો દર્દીઓને કેન્સરની સારવારના ઈન્જેક્શન એટેઝોલિઝુમાબ આપશે.
- આ ઇન્જેક્શનને બ્રિટિશ મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
- ઇમ્યુનોથેરાપી, એટેઝોલિઝુમાબ સાથે સારવાર કરી રહેલા દર્દીઓને ત્વચાની નીચે ઈન્જેક્શન આપવામાં આવશે.
- એટેઝોલિઝુમાબ જેને ટેસેન્ટ્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ટેસેન્ટ્રિક એક મોનોક્લોનલ એન્ટિબોડી છે જે કેન્સરના દર્દીઓમાં રોગપ્રતિકારક તંત્રના કાર્યને અસર કરે છે. તે સામાન્ય રીતે દર્દીઓને તેમની નસોમાં સીધા જ ટીપાં દ્વારા આપવામાં આવે છે.
- Atezolizumab Roche (ROG.S) કંપની Genentech દ્વારા બનાવવામાં આવી છે તે એક ઇમ્યુનોથેરાપી દવા છે, જે દર્દીની પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને કેન્સરના કોષોને શોધવા અને તેનો નાશ કરવામાં સક્ષમ બનાવે છે.