- રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2022માં 'રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચૅરપર્સનની બેઠકોમાં અનામતની ફાળવણી માટે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી.
- આ પંચ દ્વારા ગત જુલાઈ 2023માં પોતાનો રિપોર્ટ મુખ્ય મંત્રીને સોંપવામાં આવ્યો હતો.
- આ અહેવાલના અભ્યાસ માટે રાજ્ય સરકારે એક કૅબિનેટ સબ-કમિટીની રચના કરી હતી.
- આ રિપોર્ટના આધારે ગુજરાત સરકાર દ્વારા કૅબિનેટ બેઠકમાં ઝવેરી આયોગની ભલામણો લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.
- બે વર્ષથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવીકે, ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકેલી હતી.
- આ વિલંબ પાછળનો મુખ્ય મુદ્દો 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવાનો હતો.આથી હવે ગુજરાતમાં અટવાઈ પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, રાજ્ય સરકારે ઝવેરી પંચની ભલામણો સ્વીકારી લીધી હોવાથી, નજીકના સમયમાં યોજાશે.
- આ ઉપરાંત નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્દેશોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતાં પહેલા 'ટ્રિપલ ટેસ્ટ'ની કાર્યવાહી કરવા કરાયેલ નિર્દેશનો પણ રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
- આ ટ્રિપલ ટેસ્ટના નિર્દેશ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સમર્પિત આયોગની રચના કરીને, વોર્ડ પ્રમાણે અનામતનું પ્રમાણ જાળવી અને મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
- આ અનામત દ્વારા કોઈપણ સંજોગોમાં SC/ST/OBC માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનારી બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધે નહીં તે પ્રમાણે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.