આસામના આકર્ષક 'મેજિક રાઇસ' તરીકે ઓળખાતા ચોકુવા ચોખાને GI ટેગ મળ્યો.

  • ચોકુવા ચોખાની ખેતી બ્રહ્મપુત્રા નદીના પ્રદેશમાં થાય. છે જેમાં આસામમાં તિનસુકિયા, ધેમાજી અને ડિબ્રુગઢ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
  • ચોકુવા ચોખા એ અર્ધ-ગ્લુટિનસ શિયાળુ ચોખાની જાત છે, જેને ખાસ કરીને સાલી ચોખા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ ચોખા ચીકણા હોય છે જે એમીલોઝ સામગ્રીના આધારે બોરા અને ચોકુવા પ્રકારોમાં વધુ વર્ગીકૃત કરવામાં આવી છે.
  • ઓછા એમાયલોઝ વાળી જાતને કોમલ ચૌલ અથવા નરમ ચોખા તરીકે ઓળખવા આવે છે.
  • આ ચોખા જલ્દી રંધાય જાય તે ઉપરાંત, ચોકુવા ચોખા નોંધપાત્ર પોષક મૂલ્ય ધરાવે છે, જે તેને એક આદર્શ આહાર પસંદગી બનાવે છે.
  • GI ટેગ એ એક વિશિષ્ટ ચિહ્ન છે જે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાંથી ઉત્પાદનની ઉત્પત્તિ તેમજ તે વિસ્તારને આભારી તેના અનન્ય ગુણો અને પ્રતિષ્ઠા દર્શાવે છે.
  • GI ટેગ સામાન્ય રીતે કૃષિ ઉત્પાદનો, ખાદ્યપદાર્થો, પીણાં, હસ્તકલા અને ઔદ્યોગિક ઉત્પાદનોને આપવામાં આવે છે.
  • માલસામાનના ભૌગોલિક સંકેતો (નોંધણી અને સંરક્ષણ) અધિનિયમ, 1999 હેઠળ, GI ટેગ એ કાનૂની માન્યતા છે જે ચોક્કસ પ્રદેશમાંથી ઉદ્ભવતા ઉત્પાદનોના અધિકારોનું રક્ષણ કરે છે અને દસ વર્ષ માટે માન્ય છે.
The Enchanting “Magic Rice” of Assam Gets GI Tag

Post a Comment

Previous Post Next Post