- તેઓએ સતત પાંચમી વાર બજેટ રજૂ કર્યું છે તેમજ આવું કરનારા તેઓ પ્રથમ મહિલા નાણામંત્રી બન્યા છે.
- આ બજેટમાં પગારદારો માટે રુ. સાત લાખ સુધીની આવક પર કોઇ જ કર લગાવવાની જોગવાઇ છે.
- આ સિવાય મહિલાઓ માટેની બચત યોજનામાં રુ. 2 લાખ સુધીની થાપણ પર 7.5% વ્યાજ તેમજ પાન કાર્ડને અમૂક સરકારી યોજનાઓમાં ઓળખ કાર્ડ તરીકે ઉપયોગમાં લેવા જેવી જોગવાઇઓ છે.
નવો ટેક્સ સ્લેબ:
- 0 થી 3 લાખ: 0
- 3 લાખથી 6 લાખ: 5%
- 6 લાખથી 9 લાખ: 10%
- 9 લાખથી 12 લાખ: 15%
- 12 લાખથી 15 લાખ: 20%
- 15 લાખથી વધુ: 30%
મહત્વપૂર્ણ યોજનાઓનું બજેટ
- જલજીવન મિશન: 70,000
- પ્રધાનમંત્રી આવાસ યોજના: 79,590
- એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ્સ: 5,943
- પૂર્વોત્તર વિશેષ ઇન્ફ્રા. ડેવલપમેન્ટ સ્કીમ: 2,491
બજેટનો ઇતિહાસ:
- ભારતનું પ્રથમ બજેટ 163 વર્ષ પહેલા એપ્રિલ, 1860માં સ્કોટિશ અર્થશાસ્ત્રી અને રાજકારણી જેમ્સ વિલ્સને ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી રજૂ કર્યું હતું.
- દેશમાં સૌ પહેલા વર્ષ 1955-56માં પ્રથમ વખત હિંદીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે પહેલા બજેટ ફક્ત અંગ્રેજીમાં જ રજૂ કરવામાં આવતું હતું.
- બજેટ શબ્દની ઉત્પતિ લેટિન શબ્દ બુલ્ગાથી થઈ છે જેનો અર્થ ચામડાનો થેલો એવો થાય છે.
- સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ તૈયાર થયેલું.
- ભારતના બંધારણના અનુચ્છેદ 112માં ભારતના કેન્દ્રીય બજેટને વાર્ષિક લેખાજોખા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
- આઝાદી પહેલા 9 ઓકટોબર 1946થી 14 ઓગસ્ટ 1947 સુધી વચગાળાની સરકારનું બજેટ લિયાકતઅલી ખાને રજૂ કર્યું હતું. જયારે આઝાદી સ્વતંત્ર ભારતનું પહેલુ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર કે સન્મુખમ ચેટ્ટીએ તૈયાર કર્યુ હતુ.
- ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં 'બજેટ' શબ્દનો ઉલ્લેખ નથી.
- આઝાદ ભારતમાં સૌપ્રથમ નાણામંત્રી આર. કે. ષણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ પ્રથમ બજેટ સંસદમાં રજૂ કર્યું હતું.
- 26 જાન્યુઆરી, 1950માં આઝાદ ભારતનું બંધારણ લાગૂ થયું ત્યારે જોન મથાઇએ ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું ત્યારે તેઓ દેશના રેલમંત્રી હતા.
- ભારતના ઇતિહાસમાં નાણામંત્રી સૂટકેસ હાથમાં લઇ બજેટ રજૂ કરવા સંસદમાં જતા હોય છે જે પરંપરા ગયા વર્ષે નિર્મલા સીતારમણે ડિજિટલ બજેટ રજૂ કરીને તોડી હતી.
- બ્રિટિશ શાસન દરમિયાન બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું જે તારીખને વર્ષ 2017થી 1 ફેબ્રુઆરી કરવામાં આવી છે.
- વર્ષ 2017 પહેલા રેલ્વે બજેટ ને સામાન્ય બજેટથી અલગ રીતે રજૂ કરવામાં આવતું જેને વર્ષ 2017થી સામાન્ય બજેટ સાથે જ મર્જ કરી દેવાયું છે.
- બજેટ દરમિયાન નાણામંત્રી દ્વારા સ્પીચ આપવામાં આવે છે જેમાં અત્યાર સુધીનું સૌથી ટૂંકુ ભાષણ 1970માં નાણામંત્રી એચ. એમ. પટેલે આપ્યું હતું જે ફક્ત 800 શબ્દોનું હતું તેમજ સૌથી લાંબું ભાષણ વર્ષ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું હતું જે 2 કલાક 40 મિનિટનું હતું.
બજેટ વિશે વધુ...
- દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા Economic Survey પ્રસિદ્ધ કરવામાં આવે છે.
- આ દસ્તાવેજમાં દેશના આર્થિક વિકાસનો હિસાબ હોય છે જેને નાણા મંત્રાલય હેઠળના 'આર્થિક બાબતો' વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
- દેશનો પ્રથમ આર્થિક સર્વે વર્ષ 1950-51માં પ્રસિદ્ધ કરાયો હતો.
- વર્ષ 1964 સુધી ઇકોનોમિક સર્વે બજેટની સાથે જ રજૂ કરવામાં આવતો હતો, ત્યારબાદ તેને બજેટ પ્રસિદ્ધ થયાના એક દિવસ પહેલા પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.