National Family Health Survey માં પ્રથમવાર સેક્સ રેશિયો સુધર્યો.

  • કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં સૌપ્રથમવાર એવુ બન્યું છે કે 1000 પુરુષો સામે મહિલાઓની સંખ્યા 1020 નોંધાઇ છે. 
  • અગાઉ 2015-16માં કરાયેલ સર્વે-4માં આ સંખ્યા 991 હતી. 
  • નોંધનીય વાત એ છે કે આ સુધારો કુલ વસ્તીમાં શહેરોમાં નહી પણ ગામડામાં છે! 
  • શહેરોનો સેક્સ રેશિયો હાલ પણ 985 જ છે. 
  • આ રિપોર્ટ મુજબ 41% મહિલાઓને જ 10 વર્ષથી વધુ શિક્ષણ મળ્યું છે તેમજ 33% મહિલાઓએ ભાગ્યે જ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. 
  • દેશમાં 78.6% મહિલાઓ જ બેન્ક એકાઉન્ટ ધરાવે છે (જે આંકડો 2015-16માં 53% હતો). 
  • 43.3 મહિલાઓના નામે જ પોતાની કોઇ પ્રોપર્ટી છે તેમજ પિરિયડમાં સુરક્ષિત સેનિટેશનનો ઉપયોગ કરતી મહિલાઓ પણ 77.3% જ છે. 
  • આ રિપોર્ટ મુજબ બાળકો અને મહિલાઓમાં કુપોષણની સ્થિતિ પણ ચિંતાજનક છે જેમાં 67.1% બાળકો તેમજ 15 થી 49 વર્ષની 57% મહિલાઓ કુપોષણથી પીડિત છે. 
  • આ સિવાય દેશના 14 રાજ્યોની લગભગ અડધી મહિલાઓ અને બાળકોમાં લોહીની ઊણપ છે.
masked people

Post a Comment

Previous Post Next Post