- ભારત સરકાર દ્વારા તેઓને વર્ષ 2023નો પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- તેઓ ‘કોયલ’ના લાડકા નામથી જાણીતાં વાણી જયરામે મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો હતો. આ સિવાય ગુજરાતી, હિન્દી સહિત દેશની અનેક ભાષાઓમાં દસ હજારથી વધુ ગીતો ગાયાં છે.
- હિન્દીમાં ‘ગુડ્ડી’ ફિલ્મના શાસ્ત્રીય રાગ આધારીત ગીત ‘બોલે રે પપીહરા’ અને ‘મેરે તો ગીરીધર ગોપાલ’ ગીતે તેમને અપાર લોકપ્રિયતા અપાવી હતી. - વર્ષ 1972માં ગુજરાતી ફિલ્મ ‘ઘુંઘટ’નાં ગીત ‘ઓઢું તો ઓઢું ચુનરિયા તારા નામ’ બદલ તેમને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગાયિકાનો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.