ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ' અમલમાં મુકવામાં આવ્યો.

  • આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાળિયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
  • આ માટે બજેટમાં 4 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી 3 સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
  • ગુજરાત રાજયના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા વિસ્તારમાં હાલ 26 હજાર હેકટરમાં નાળીયેરીનું વાવેતર થાય છે જે વધારીને 70 થી 80 હજાર હેકટરે પહોંચાડવાનું લક્ષ્ય છે.
  • આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળીયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75% મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી 2 હપ્તામાં કરવામાં આવશે, 75%  સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની 25%  સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 
  • આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના 50 % મુજબ મહત્તમ રૂ. 5000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂત/ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે.
Gujarat Government has implemented “Gujarat Coconut Development Programme”

Post a Comment

Previous Post Next Post