- ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આયુષ પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી અને યોગ હેઠળ સારવાર અર્થે વિદેશી નાગરિકો માટે નવો આયુષ (AY) વિઝાની શરૂઆત કરવામાં આવી.
- આ વિઝાનો વિઝા મેન્યુઅલના ચેપ્ટર 11- મેડિકલ વિઝા પછી 11A – આયુષ વિઝા તરીકે સમાવેશ કરવામાં આવ્યો.
- આયુષ એ આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનું ટૂંકું નામ છે.
- આયુષ વિઝાનો ઉદ્દેશ્ય એવા વિદેશીઓને આકર્ષવાનો છે જેઓ ભારતમાં આયુષ ઉપચાર, વેલનેસ અને યોગ કરાવવા ઈચ્છે છે.
- ભારતને વૈશ્વિક તબીબી પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW) દ્વારા વન સ્ટોપ હીલ ઇન ઇન્ડિયા પોર્ટલ વિકસાવવા માટે ભાગીદાર તરીકે કાર્ય કરશે.
- આ માટે ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC), પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર સાથે આયુર્વેદ અને અન્ય પરંપરાગત દવાઓની પ્રણાલીઓમાં તબીબી મૂલ્ય યાત્રાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.