- QUAD દેશોની વાર્ષિક કવાયત 11 થી 21 ઓગસ્ટના રોજ યોજાનાર છે જેમાં ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રથમ વખત આ કવાયતનું આયોજન કરવામાં આવશે.
- ઓસ્ટ્રેલિયાની જળસીમામાં યોજાનારી આ કવાયતમાં અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારા ભાગ લેવામાં આવશે.
- આ ક્વાયતમાં ભારતીય નૌકાદળના સ્વદેશી ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો INS સહ્યાદ્રી અને INS કોલકાતા યુએસ નેવી (USN), જાપાન મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JMSDF) અને જાપાનના જહાજો અને એરક્રાફ્ટ અને ઓસ્ટ્રેલિયાના રોયલ ઓસ્ટ્રેલિયન નેવી (RAN) સાથે અભ્યાસમાં ભાગ લેશે.
- ક્વોડ દેશો ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયા દ્વારા વિવિધ નૌકાદળની કામગીરીમાં તેમની શક્તિનું પ્રદર્શન કરવા માટે મલબાર સંયુક્ત કવાયતનું આયોજન કરવામાં આવે છે.
- આ કવાયતના 2 તબ્બકામાં પ્રથમ સિડનીનો હાર્બર ફેઝનો અને ત્યારબાદ ભાગ લેનાર નૌકા દળો વચ્ચે આંતરકાર્યક્ષમતા અને સંકલનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સખત દરિયાઈ કવાયત યોજવામાં આવશે.
- 10 દિવસની લાંબી કવાયતનો હેતુ મુખ્ય ભાગીદારો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે આંતર-સંચાલનક્ષમતા વધારવાનો છે.
- ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય નૌકા કવાયત તરીકે 1992માં મલબાર એક્સરસાઇઝ સિરીઝ શરૂઆત કરવામાં આવી હતી.
- જાપાન વર્ષ 2015માં અને ઓસ્ટ્રેલિયા વર્ષ 2020માં આ નૌકા કવાયતમાં જોડાયું હતું.
- મલબાર કવાયત એ નૌકાદળની આગેવાની હેઠળની કવાયત છે જેમાં ચારેય દેશોની નૌકાદળ દ્વારા ભાગ લેવામાં આવે છે.