ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન રમતોત્સવ -2023 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • બે અઠવાડિયા સુધી ચાલનારા આ રમતોત્સવનું ઉદઘાટન ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ દ્વારા રંગારંગ સમારંભમાં કરવામાં આવ્યું. 
  • આ રમતોત્સવમાં 45 દેશો અને પ્રદેશોના 12 હજારથી વધારે સ્પર્ધકો 61 પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેશે. 
  • આ સમારંભ સ્થાનમાં 80 હજારથી વધારે દર્શકો બેસી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
  • ભારત વતી પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને મુક્કેબાજ લવલીના બોર્ગોહેન દ્વારા ઓપનિંગ સેરેમનીમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારતીય ટુકડીનું નેતૃત્વ કરવામાં આવ્યું.
  • એશિયન રમતોત્સવમાં ભારતે 655 એથ્લેટ્સ, 260 કોચ અને સપોર્ટ સ્ટાફ સહિત 921 સભ્યોની અત્યારસુધીની સૌથી મોટી ટુકડી મોકલી છે.
  • ભારતીય ખેલાડીઓ 40 ઈવેન્ટમાં ભાગ લેશે.
Asian Games 2023 Opening Ceremony

Post a Comment

Previous Post Next Post