જર્મનીમાં આયોજિત બર્લિન મેરેથોનમાં ઇથોપિયાની ટાઇગિસ્ટ અસેફાએ મહિલાઓની મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

  • તેણીએ 2 કલાક 11 મિનિટ અને 53 સેકન્ડમાં પૂર્ણ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેણીએ કેન્યાના બ્રિગીડ કોસગેઈના રેકોર્ડને તોડ્યો તેણીએ વર્ષ 2019માં શિકાગો મેરેથોન 2 કલાક 14 મિનિટ અને 4 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
  • જર્મનીના બર્લિનમાં યોજાતી 'Berlin Marathon'ને વિશ્વની સૌથી મોટી મેરેથોન પણ ગણવામાં આવે છે.
  • હાલમાં તેની 49મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત વર્ષ 1974માં કરવામાં આવી હતી. અહીં 12 વખત વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવ્યા છે.
  • પુરુષોમાં વિશ્વની 8 સૌથી ઝડપી મેરેથોન બર્લિનમાં દોડાવવામાં આવી છે. 
  • મેરેથોનમાં 42.195 કિલોમીટરની રેસનો સમાવેશ થાય છે.
Tigst Assefa smashes the women's marathon record by more than 2 minutes


Post a Comment

Previous Post Next Post