- ગુજરાત રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.13 સપ્ટેમ્બર, 2023થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
- આ પ્રતિબંધ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ મૂકવામાં આવ્યો છે.
- જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે તેનો ભંગ કરનારને આ કાયદાની કલમ મુજબ ભંગકર્તા સામે ફોજદારી ગુનો દાખલ થશે અને સાબિત થતાં છ મહિના સુધીની સજા,રૂપિયા 5 લાખ સુધીનો દંડ થઈ શકશે. જો જથ્થો નાનો હશે તો વિભાગના જિલ્લા કક્ષાએ ડેઝિગ્નેટેડ ઓફિસર પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે રૂ. 2 લાખ સુધીનો દંડ કરી શકશે.
- ઉલ્લેખનીય છે કે, જાહેર સ્થળો પર તમાકુજન્ય પદાર્થોના સેવન પર કેન્દ્ર સરકાર દ્વારા પણ ભારે દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.