- ભારતના પીલુ રિપોર્ટર, ક્રિકેટમાં તટસ્થતાથી કામ કરનારા પ્રથમ અમ્પાયરોમાંના એક તરીકે સ્થાન ધરાવતા હતા.
- તેઓએ 28 વર્ષની કારકિર્દીમાં 14 ટેસ્ટ અને 22 ODI મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું જેમાં 1992માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે.
- અમ્પાયર તરીકે તેઓની પ્રથમ મેચ ડિસેમ્બર વર્ષ 1984માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની દિલ્હી ટેસ્ટ હતી, જ્યારે તેની છેલ્લી ટેસ્ટ પણ ફેબ્રુઆરી વર્ષ 1993માં આ જ ટીમો વચ્ચે હતી.
- તેઓએ સપ્ટેમ્બર 1984માં દિલ્હી ખાતે ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચમાં પ્રથમ વખત ODIમાં અધિકૃત અમ્પાયર તરીકે ભજવી હતી.
- તેઓની છેલ્લી ODI ફેબ્રુઆરી 1994માં ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટ ખાતે રમાઈ હતી.
- તેઓએ વર્ષ 1986માં વીકે રામાસ્વામી સાથે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં અમ્પાયર તરીકે જોડીમાં કાર્ય કર્યું હતું.
- આ જોડીએ વર્ષ 1912 પછી તટસ્થ તરીકે ફરજ બજાવનારી અમ્પાયરોની પ્રથમ જોડી તરીકેનું બિરુદ મેળવ્યું.
- જાન્યુઆરી 2021માં, ભારતીય ક્રિકેટમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પિલ્લુ રિપોર્ટરને ક્રિકેટર્સ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.