અમેરિકન ટેક્નોલોજી કંપની મેટા દ્વારા શિક્ષણ મંત્રાલય તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય સાથે ત્રણ વર્ષની ભાગીદારી કરી છે.

  • મેટા દ્વારા આ ભાગીદારી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBUD), ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે કરવામાં આવી.
  • એજ્યુકેશન ફોર એન્ટરપ્રેન્યોરશિપ: એમ્પાવરિંગ એ જનરેશન ઓફ સ્ટુડન્ટ્સ, એજ્યુકેટર્સ એન્ડ એન્ટરપ્રેન્યોર્સ' શીર્ષક ધરાવતા આ ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, યુવા વ્યક્તિઓ અને નવા ઉદ્યોગ સાહસિકોને ડિજિટલ માર્કેટિંગ જ્ઞાન આપવાનો અને ભારતની ડિજિટલ ક્ષમતાઓને મજબૂત કરવાનો છે.
  • આ માટે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા મેટાના લોકપ્રિય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સાત પ્રાદેશિક ભાષાઓમાં ડિજિટલ માર્કેટિંગ કૌશલ્યની તાલીમ પ્રદાન કરવામાં આવશે.
Meta partners with education and skill development ministries

Post a Comment

Previous Post Next Post