- ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જેપોર ખાતે ગુપ્તેશ્વર શિવ મંદિરની નજીક સ્થિત આવેલ ગુપ્તેશ્વર જંગલને ઓરિસ્સાના ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.
- આ જંગલ વિસ્તાર 350 હેક્ટરમાં ફેલાયેલો છે.
- આ સ્થળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાય દ્વારા પરંપરાગત રીતે આદરણીય પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે.
- ઓડિશા બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા હાથ ધરાયેલા જૈવવિવિધતા ઈન્વેન્ટરી અને સર્વેક્ષણમાં ઓછામાં ઓછી 608 પ્રાણીઓની પ્રજાતિઓનો સર્વે કરવામાં આવ્યો જેમાં સસ્તન પ્રાણીઓની 28 પ્રજાતિઓ, 188 પક્ષીઓની, 18 ઉભયજીવીઓની, 48 સરિસૃપની, 45 માછલીઓની, પતંગિયાઓની 141 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
- ગુપ્તેશ્વરની ચૂનાના પત્થરની ગુફાઓ દક્ષિણ ઓડિશામાં જોવા મળતી કુલ સોળ પ્રજાતિઓમાંથી આઠ પ્રજાતિના ચામાચીડિયા જોવા મળે છે જેમાંની બે પ્રજાતિઓ, ગેલેરીટસ અને રાઇનોલોફસ રૉક્સી, IUCNની લુપ્તપ્રાય યાદીમાં સૂચિબદ્ધ છે.
- આ જંગલમાં ફૂલોની વિવિધતા પણ છે જેમાં 182 પ્રજાતિના છોડ, 177 જાતની વનસ્પતિઓ, 14 પ્રજાતિના ઓર્કિડ અને ઔષધીય છોડ જેવા કે ભારતીય ટ્રમ્પેટ ટ્રી, ઈન્ડિયન સ્નેકરૂટ, કમ્બી ગમ ટ્રી, લસણ વગેરેનો સમાવેશ થાય છે.
- આ જાહેરાત સાથે રાજ્યમાં ચાર જૈવવિવિધતા હેરિટેજ સાઇટ્સ છે જેમાં અન્ય ત્રણમાં કંધમાલા જિલ્લામાં મંદાસરુ, ગજપતિ જિલ્લામાં મહેન્દ્રગિરી અને બારગઢ અને બોલાંગીર જિલ્લામાં ગંધમર્દન જૈવવિવિધતા સ્થળનો સમાવેશ થાય છે.
- રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સમુદાયોની ભાગીદારી સાથે આ સ્થળોના સંરક્ષણ અને વિકાસ માટે એક યોજના તૈયાર કરવા માટે ઓડિશા જૈવવિવિધતા બોર્ડની નિમણૂક કરવામાં આવી છે અને આ માટે લગભગ 35 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.