- રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેના આ પ્રોજેક્ટ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને મફત વીજળી આપવાનું કાર્ય કરવામાં આવશે.
- રૂફટોપ સોલર સ્કીમ - PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટેની સબસિડી ડાયરેક્ટ લોકોના બેંક ખાતામાં આપવામાં આવશે.
- ઉપરાંત સોલાર પેનલ માટે રાહતવાળી બેંક લોન આપવામાં આવશે અને તમામ હિતધારકોને વધુ સુવિધા માટે રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ સાથે જોડવામાં આવશે.
- આ યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતો દ્વારા તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.