- 'Goa State Shack Policy 2023-2026' નો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાય માટે ટકાઉ પ્રવાસન અને આર્થિક તકોને પ્રોત્સાહન આપતા પ્રવાસીઓ માટે દરિયાકિનારાના અનુભવને વધારવાનો છે.
- આ નીતિ હેઠળ એક દરિયાકિનારા પર મોસમી માળખાં તરીકે ડેક બેડ, છત્રી અને બીચ શેક્સ (ઝૂંપડી આકારની રહેવાની જગ્યા) બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
- આ નીતિ હેઠળ તૈયાર થનાર બીચ શેક્સ, લાકડાના થાંભલાઓ અને વાંસ જેવા કાચા માલનો ઉપયોગ કરીને બીચ શેક્સ કરવામાં આવશે. જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુલાકાતીઓમાં આકર્ષણ બનશે.
- તેઓ ગોવાની સ્થાનિક વસ્તી માટે રોજગારીની તકો પણ પૂરી પાડવામાં આવશે.