- સરકાર દ્વારા તાજેતરમાં દૂરસ્થ સરહદો પર તેની ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાના કામમાં જોડાયેલ Border Roads Organisation (BRO) દ્વારા કાર્યરત કેઝ્યુઅલ કામદારોના જીવનને સુધારવાના હેતુથી આ નવી નીતિનું અનાવરણ કરવામાં આવ્યું.
- આ નીતિ હેઠળ મજૂરોના નશ્વર અવશેષોની જાળવણી, પરિવહનન અને અંતિમ સંસ્કારના ખર્ચને લઈને નિર્ણય લેવાયો છે.
- જે માત્ર નશ્વર અવશેષોની જાળવણી અને પરિવહનને સંબોધિત કરે છે પરંતુ અંતિમ સંસ્કારના ખર્ચમાં પણ વધારો કરે છે.
- અત્યાર સુધી, સરકારી ખર્ચે મૃતદેહોને સાચવવા અને પરિવહન કરવાની સુવિધા ફક્ત BRO’s General Reserve Engineer Force (GREF) કર્મચારીઓ માટે ઉપલબ્ધ હતી જે સુવિધા હવે કામદારો માટે પણ અમલી બનાવવામાં આવી છે.
- આ નીતિ મુજબ કાર્યસ્થળ પર જેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેમના માટે અંતિમ સંસ્કારનો ખર્ચ રૂ. 1,000 થી વધારીને રૂ. 10,000 કરવામાં આવ્યો.