- આ કવાયત 25 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર 2023 દરમિયાન ફોર્ટ વેનરાઈટ, અલાસ્કા, યુએસએ ખાતે યોજાનાર છે.
- આ એક વાર્ષિક કવાયત છે જે ભારતીય સેના અને યુએસ આર્મી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે.
- 18મી આવૃત્તિ નવેમ્બર 2022 માં ભારતના ઉત્તરાખંડના ઔલીમાં હાથ ધરવામાં આવી હતી.
- આ આવૃત્તિમાં 350 ભારતીય સેનાના જવાનોની ટુકડી ભાગ લેશે જેમાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ સાથે જોડાયેલ બટાલિયન આ કવાયતમાં ભારતીય સેનાનું નેતૃત્વ કરશે તથા યુએસ તરફથી 1લી બ્રિગેડ કોમ્બેટ ટીમની 1-24 પાયદળ બટાલિયન ભાગ લેશે.
- આ કવાયતનો ઉદ્દેશ્ય લડાઇ ઇજનેરી, અવરોધ નિવારણ, લેન્ડમાઇન અને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો સહિત યુદ્ધ કુશળતાની વિશાળ શ્રેણી પર વિચારોનું આદાનપ્રદાન કરવાનો છે.