ભારત આઠમી વાર એશિયા કપમાં ચેમ્પિયન બન્યું.

  • આ સ્પર્ધામાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપ્યો હતો. 
  • આ કપમાં પ્લેયર ઓફ ધી સીરીઝ કુલદીપ યાદવ બન્યો હતો. 
  • સૌથી વધુ રન શુભમન ગીલે (302) કર્યા હતા તેમજ સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મથીશા પાથીરાનાએ (11) લીધી હતી.
  • આ કપની ફાઇનલમાં શ્રીલંકા ફક્ત ૫૦ રનમાં જ પરાજય પામ્યું હતું. 
  • આ મેચમાં ભારતે બૉલની દૃષ્ટિએ શ્રીલંકા સામે 263 બૉલ બાકી હતા તે રીતે વિજય મેળવ્યો હતો જે એક વિક્રમી જીત છે. 
  • આ મેચમાં મોહમ્મદ સિરાઝ મેન ઓફ ધી મેચ બન્યો હતો. 
  • આ મેચમાં શ્રીલંકાએ 12 રનમાં છ વિકેટ ગુમાવીને આઇસીસીના પૂર્ણ સભ્ય રાષ્ટ્ર તરીકે સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું હતું. 
  • આ મેચમાં મો. સિરાઝે 1002 બોલમાં વન-ડેમાં 50 વિકેટ પૂરી કરી બીજો ક્રિકેટર બન્યો, અગાઉ મેન્ડીસે 847 બૉલમાં 50 વિકેટ મેળવી હતી. 
  • આ સિવાય વન-ડેના ઇતિહાસમાં તમામ 10 વિકેટ પેસ બોલર્સે ઝડપી હોવાનો પણ એક અનોખો રેકોર્ડ આ મેચમાં સર્જાયો હતો. 
  • આ જ મેચમાં મો. સિરાઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપનાર પણ પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. 
  • વન-ડેના ઇતિહાસમાં ફક્ત 129 બૉલ ફેંકાઈને ભારતની આ સૌથી ટૂંકી વન-ડે મેચ રહી હતી.
India win Asia Cup for eighth time

Post a Comment

Previous Post Next Post