- જે આવતા વર્ષની શરૂઆતમાં ચંદ્ર પર ઉતરશે ત્યારબાદ તે વિશ્વનો ચંદ્ર પર પહોંચનાર પાંચમો દેશ બનશે.
- જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) દ્વારા 'સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેશન મૂન (SLIM)' સફળતાપૂર્વક દક્ષિણ જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.
- જાપાન દ્વારા ચંદ્રની સપાટી પર તેના લક્ષ્ય સ્થળના 100 મીટરની અંદર SLIM લેન્ડ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
- $100 મિલિયનનું આ મિશન ફેબ્રુઆરી સુધીમાં ચંદ્ર પર પહોંચવાની અપેક્ષા છે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેના ચંદ્રયાન-3 મિશન સાથે ચંદ્ર પર અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર ભારત ચોથો દેશ બન્યો છે.
- આ અગાઉ ગયા વર્ષે જાપાન દ્વારા ચંદ્ર પર ઉતરવાના બે પ્રયાસ નિષ્ફળ ગયા હતા.જેમાં JAXA નો ઓમોટેનાશી લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો અને નવેમ્બરમાં લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો તથા જાપાનીઝ સ્ટાર્ટઅપ iSpace દ્વારા બનાવવામાં આવેલ Hakuto-R મિશન 1 લેન્ડર એપ્રિલમાં ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું.
- હાલમાં લોન્ચ કરવામાં આવેલ H-IIA રોકેટ એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી મિશન (XRISM) સેટેલાઇટ પણ વહન કરે છે, જે JAXA, NASA અને યુરોપિયન સ્પેસ એજન્સીનો સંયુક્ત પ્રોજેક્ટ છે.
- મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોકેટનું નિર્માણ અને પ્રક્ષેપણ હાથ ધરવામાં આવ્યું છે. જે 2001થી જાપાન દ્વારા લોન્ચ કરાયેલ 47મું H-IIA રોકેટ છે.
- JAXA ની સ્થાપના 1 ઓક્ટોબર 2003ના રોજ કરવામાં આવી હતી જેના પ્રમુખ યામાકાવા હિરોશી છે અને હેડક્વાર્ટર ચોફુ, ટોક્યો, જાપાનમાં છે.