- આ પખવાડિયું 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2023 દરમિયાન યોજવામાં આવશે. આ પખવાડિયાની ઉજવણી 30 સપ્ટેમ્બર થી વધારીને 2 ઓકટોબર કરવામાં આવી છે.
- રેલ્વે મંત્રાલય દ્વારા દર વર્ષે આ ઉજવણીના ભાગરૂપે સો કલાક સ્વચ્છતા માટે સમર્પિત કરવામાં આવે છે.
- 'Swachhata hi Sewa’ (SHS) (15.09.23 થી 02.10.23) નામનું આ અભિયાનની ઉજવણી આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને જલ શક્તિ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે.
- સ્વચ્છતા પખવાડા – 2023 માટે પખવાડિયા દરમિયાન સ્વચ્છ ટ્રેન, સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ આહાર, સ્વચ્છ ટ્રેક વગેરે જેવી પ્રવૃત્તિઓ માટે સમર્પિત દિવસો નક્કી કરવામાં આવ્યા છે.