- MOXIE-માર્સ ઓક્સિજન ઇન-સિટુ રિસોર્સ યુટિલાઇઝેશન એક્સપેરિમેન્ટ દ્વારા 122 ગ્રામ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવ્યું જે લગભગ 10 કલાક સુધી નાના કૂતરાના શ્વાસને ટકાવી રાખવા માટે પૂરતો જથ્થો છે.
- આ ઉપકરણ માઇક્રોવેવનું કદ છે જે મંગળ પરના વાતાવરણમાં પ્રક્રિયા કરી જીવન ટકાવી રાખનાર ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે.
- નાસાનું મંગળ પર્સિવરેન્સ રોવર, મંગળની સપાટી પર નીચે ઉતર્યું ત્યારથી MOXIE કાર્યરત છે.
- MOXIE ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડના પરમાણુઓને ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઇડના પરમાણુઓમાં વિભાજિત કરે છે.