- આ અનાવારણ ગુજરાતના ગાંધીનગર ખાતેના રાજભવન ખાતેથી કરવામાં આવ્યું.
- આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ઓછી સેવા ધરાવતા સમુદાયો માટે આરોગ્યસંભાળ સેવાઓની સુલભતા અને પોષણક્ષમતા વધારવાનો છે.
- આ મિશન અંત્યોદય (બધા માટે સારું સ્વાસ્થ્ય અને કોઈને પાછળ ન છોડો) ના સિદ્ધાંત પર કાર્યરત છે જેના ભાગ રૂપે આ ઝુંબેશ હેઠળ જે ગ્રામપંચાયત તેમના આરોગ્ય સંભાળના સઘળા લક્ષ્યો હાંસલ કરશે તેને 'આયુષ્માન ગ્રામ પંચાયતો' તરીકે ઓળખવામાં આવશે.
- આ ઝુંબેશ જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2023 સુધી ચાલશે.
- આયુષ્માન ભવ ઝુંબેશના લક્ષ્યોમાં આયુષ્માન કાર્ડની ઍક્સેસ, ABHA આઈડી જનરેશન અને રોગ જાગૃતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- આયુષ્માન ભવના ત્રણ ઘટકો નક્કી કરવામાં આવ્યા છે જેમાં Ayushman Apke Dwar 3.0, Health & Wellness Centre (HWC) અને Community Health Clinics (CHC) ખાતે આયુષ્માન મેળા અને આયુષ્માન સભાઓ કરવાનો સમાવેશ થાય છે.