- આ મિશન પહેલા ઓગસ્ટમાં લોન્ચ થનાર હતું પરંતુ રાજ્યમાં પૂરને કારણે વિલંબિત કરવામાં આવ્યું હતું.
- આ મિશનનો ઉદ્દેશ્ય એવી સગર્ભા સ્ત્રીઓને આવરી લેવાનો છે જેમણે આંશિક રસીકરણ મેળવ્યું છે અથવા જેમને રસી આપવામાં આવી નથી તેઓને 12 રોગો (VPDs) સામે રસીકરણ કરવાનો છે.
- વધુમાં આ રસી 0-5 વર્ષની વયના બાળકોને પણ આપવામાં આવશે.
- મિશન હેઠળ જે 12 રોગોનું રસીકરણ કરવામાં આવશે જેમાં ડિપ્થેરિયા, હૂપિંગ ઉધરસ, ટિટાનસ, પોલિયો, ટીબી, હીપેટાઇટિસ બી, મેનિન્જાઇટિસ અને ન્યુમોનિયા, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા, પ્રકાર બી ચેપ, જાપાનીઝ એન્સેફાલીટીસ (JE), રોટાવાયરસ રસી, ન્યુમોકોકલ કન્જુગેટ રસી (PCV), ઓરી-રુબેલા (MR)નો સમાવેશ થાય છે.