- 'રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન’ (National e-Vidhan Application’ (NeVA)) નામની પહેલ ‘એક રાષ્ટ્ર, એક એપ્લિકેશન’ ના સિદ્ધાંત પર કેન્દ્રિત છે.
- રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) એક યુનિકોડ-સુસંગત સોફ્ટવેર, નાગરિકો અને વિધાનસભા સભ્યો બંને માટે તમામ કાયદાકીય કાર્ય અને ડેટા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાના પ્રાથમિક ધ્યેય સાથે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
- ગુજરાત સિવાય 21 રાજ્ય વિધાનસભાઓએ NeVAના અમલીકરણ માટે ઔપચારિક રીતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. જેમાંથી આ પ્રોજેક્ટને 17 વિધાનસભાઓ માટે મંજૂર કરવામાં આવ્યો છે.
- કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર 2021માં ‘One Nation, One Legislative Platform’ હેઠળ સમગ્ર દેશમાં સીમલેસ ડિજિટલ એકીકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.