- આ સન્માન તેમને વિશ્વભરના કેન્દ્રીય બેંકના ગવર્નરોની યાદીમાં ટોચ પર મૂકે છે.
- શક્તિકાંત દાસ સ્વિત્ઝર્લેન્ડના થોમસ જે. જોર્ડન અને વિયેતનામના ગુયેન થી હોંગ સાથે આ સન્માન મેળવ્યું છે.
- સેન્ટ્રલ બેંકર્સ રિપોર્ટ કાર્ડ ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા 1994 થી દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.
- આ રિપોર્ટ કાર્ડ્સ 101 મુખ્ય દેશો, પ્રદેશો અને જિલ્લાઓના કેન્દ્રીય બેંક ગવર્નરોની કામગીરીનું વ્યાપક મૂલ્યાંકન કરી આપવામાં આવે છે જેમાં મુખ્ય સંસ્થાઓ જેમ કે યુરોપિયન યુનિયન, ઇસ્ટર્ન કેરેબિયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ સેન્ટ્રલ આફ્રિકન સ્ટેટ્સ અને સેન્ટ્રલ બેંક ઓફ વેસ્ટનો સમાવેશ થાય છે.
- ગ્લોબલ ફાઇનાન્સના સ્થાપક અને સંપાદકીય નિર્દેશક જોસેફ ગિયારાપુટો છે.