અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)દ્વારા પોતાનો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.

  • Aligarh Muslim University ના સ્પેસ પ્રોગ્રામને અવકાશ વિભાગ હેઠળ કાર્યરત Indian National Space Promotion and Authorisation Centre (IN-SPACe) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.  
  • આ પ્રોજેક્ટમાં AMUના સ્થાપક સર સૈયદ અહેમદ ખાનના નામ પરથી પ્રથમ સેટેલાઇટ પ્રોગ્રામ 'SS AMU SAT'ના વિકાસનો સમાવેશ થાય છે.
  • SS AMU SAT એ નેનોસેટેલાઇટ પ્રોજેક્ટ છે જે AMU રોબો ક્લબ હેઠળ નવેમ્બર 2021 માં શરૂ થયો હતો.
  • આ 3U ક્યુબસેટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરીને ભારતના સૌથી ગરીબ જિલ્લાઓમાં આર્થિક વિકાસનો અભ્યાસ કરવા અને ઝડપી મલ્ટીમીડિયા ટ્રાન્સમિશન માટે ઇન-હાઉસ વિકસિત ઇમેજ કમ્પ્રેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો છે.
  • IN-સ્પેસ ડિરેક્ટર ડૉ. પી.કે. જૈનની આગેવાની હેઠળની સ્ટુડન્ટ સેટેલાઇટ કમિટી દ્વારા ડિઝાઇનની સમીક્ષા કરી અને દરખાસ્તને એ શરત સાથે મંજૂર કરવામાં આવી કે AMU SS એ AMU SATના વિકાસથી લઈને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ સુધીની તમામ પ્રવૃત્તિઓ માટે IN-Space સાથે કરાર કરાયા. 
  • આ પ્રોજેક્ટ કામચલાઉ રીતે છ મહિનામાં શરૂ થવાનો છે.
Aligarh Muslim University (AMU) to launch its own satellite

Post a Comment

Previous Post Next Post