બાંગ્લાદેશ દ્વારા ભારતીય સૈનિકોના સન્માનમાં સ્મારક તૈયાર કરવામાં આવશે.

  • આ સ્મારક વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બલિદાન આપનાર સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવશે. 
  • સ્મારકની ડિઝાઇન બંને દેશો વચ્ચે કાયમી મિત્રતાનું પ્રતીક છે. 
  • આ યુદ્ધ સ્મારકનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીનાએ માર્ચ , 2021માં કર્યો હતો.
  • આ સ્મારક ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક આશુગંજમાં ચાર એકરના વિશાળ વિસ્તારમાં બનાવવામાં આવશે. આ સ્થળ યુદ્ધની ઘણી ઐતિહાસિક ઘટનાનું પ્રતીક છે.
  • સ્મારકની દિવાલો પર 1,600 થી વધુ શહીદ ભારતીય સૈનિકોના નામ કોતરવામાં આવશે.
  • આ સ્મારકમાં 'Flying Pigeon'નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે બહાદુર સૈનિકોના બલિદાન દ્વારા પ્રાપ્ત થયેલી શાંતિનું પ્રતીક છે.
  • સ્મારકના મુખ્ય ડિઝાઇનર આસિફુર રહેમાન ભુયા, બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધ બાબતોના પ્રધાન એકેએમ મોઝમ્મેલ હકનો સમાવેશ થાય છે.
  • આ સ્મારક સંકુલમાં આવેલ મેદાનમાં મુલાકાતીઓને શાંત અને માહિતીપ્રદ અનુભવ આપવા શહીદોના સન્માનમાં ધ્વજવંદન સમારોહ, એક સંગ્રહાલય, પુસ્તકોની દુકાન, ચિલ્ડ્રન પાર્ક અને જનતાની સુવિધા માટે ફૂડ કોર્ટનો સમાવેશ કરવામાં આવશે. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 1971નું યુદ્ધ બાંગ્લાદેશમાં શાસક સરકાર સામેના સામૂહિક વિરોધના પ્રતિભાવ રૂપે શરૂ કરવામાં આવ્યું હતું, જે તે સમયે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું.
  • આ સમયે ભારતે બાંગ્લાદેશના લોકોના સમર્થનમાં 3 ડિસેમ્બર 1971ના રોજ સંઘર્ષમાં પ્રવેશ કર્યો હતો અને  યુદ્ધ 16 ડિસેમ્બર 1971 ના રોજ સમાપ્ત થયું. જેમાં પાકિસ્તાની સેનાની શરણાગતિ અને બાંગ્લાદેશની સફળ મુક્તિ સામેલ હતી. આ વિજયને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  જે માત્ર સૈનિકોના બલિદાનને જ નહીં પરંતુ બંને પાડોશી દેશો વચ્ચેના ઊંડા સહિયારા ઈતિહાસ અને મિત્રતાને પણ દર્શાવે છે.
1971 Memorial in Bangladesh Honouring India Heroes

Post a Comment

Previous Post Next Post