- US-India Strategic Partnership Forum (USISPF) દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને પરોપકાર અને કોર્પોરેટ સામાજિક જવાબદારી (Philanthropy and Corporate Social Responsibility) માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- નીતા અંબાણી ભારતમાં મહિલાઓના અધિકારો માટે કામ કરવા માટે જાણીતા છે અને દેશની સૌથી મોટી પરોપકારી સંસ્થાઓમાંની એક રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક છે જે રમતગમત અને કલા સંસ્થાઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- તેઓએ 2021માં 'Her Circle' એક ડિજિટલ એપ્લિકેશન અને સોશિયલ નેટવર્કિંગ સાઇટની પણ સ્થાપના કરી હતી જેના દ્વારા લાઈફસ્ટાઈલ ટ્રેન્ડથી લઈને મહિલાઓના સ્વાસ્થ્ય સુધીના અનેક વિષયો પર ચર્ચા અને મદદ કરવામાં આવે છે.