- તેઓએ લગભગ એક દાયકા સુધી પીબીએસ, ફૂડ નેટવર્ક, ફાઈન લિવિંગ અને કૂકિંગ ચેનલ પર શો હોસ્ટ કર્યા હતા.
- તેઓ 'Today' શો અને 'The View'માં ગેસ્ટ શેફ તરીકે પણ જોવા મળ્યા હતા.
- તેમનો 'Emmy Award' વિજેતા રસોઈ શો 'Easy Entertaining with Michael Chiarello' ફૂડ નેટવર્ક પર 10 સીઝન સુધી ચાલ્યો હતો.
- કેલિફોર્નિયાના રેડ બ્લફમાં 26 જાન્યુઆરી, 1962ના રોજ જન્મ્યા હતા.
- તેઓએ વર્ષ 1999માં 'Chiarello Family Vineyards' દ્વારા વાઇન મેકિંગની શરૂઆત કરી હતી.
- વર્ષ 1985માં ફૂડ એન્ડ વાઈન મેગેઝિન દ્વારા તેઓને 'Chef of the Year' જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ 1995માં CIA’s Chef of the Year નો પુરસ્કાર મળ્યો હતો.